Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિયાળામાં કઈ રીતે રાખશો વાળની સંભાળ, ડેન્ડ્રફ થી કઈ રીતે મળશે છુટકારો, જાણો

શિયાળામાં (winter)ત્વચાની સાથે સાથે વાળની પણ વધુ સંભાળ લેવી પડે છે.કારણકે શિયાળામાં વાળના સ્કાલ્પ પણ ડ્રાય થઇ જાય છે..જેને કારણે ડેન્ડ્રફ ની સમસ્યા જટિલ સમસ્યા બની જાય છે.ઠંડીમાં જેટલી સાર સંભાળ સ્કિનની રાખો તેટલું ધ્યાન વાળ નું રાખવા માટે શુ ઉપાય કરશો આવો જાણીયે..તમારા વાળમાં વધુ પડતો ડેન્ડ્રફ થતો હોય તો વાળને અઠવાડિયા માં 3 વાર ધોવાનું અવશ્ય રાખો.તમારા વાળ ડ્રાય થવાની સાથે જેટલો કચàª
શિયાળામાં કઈ રીતે રાખશો વાળની સંભાળ  ડેન્ડ્રફ થી કઈ રીતે મળશે છુટકારો  જાણો
શિયાળામાં (winter)ત્વચાની સાથે સાથે વાળની પણ વધુ સંભાળ લેવી પડે છે.કારણકે શિયાળામાં વાળના સ્કાલ્પ પણ ડ્રાય થઇ જાય છે..જેને કારણે ડેન્ડ્રફ ની સમસ્યા જટિલ સમસ્યા બની જાય છે.ઠંડીમાં જેટલી સાર સંભાળ સ્કિનની રાખો તેટલું ધ્યાન વાળ નું રાખવા માટે શુ ઉપાય કરશો આવો જાણીયે..
તમારા વાળમાં વધુ પડતો ડેન્ડ્રફ થતો હોય તો વાળને અઠવાડિયા માં 3 વાર ધોવાનું અવશ્ય રાખો.તમારા વાળ ડ્રાય થવાની સાથે જેટલો કચરો ભરાશે એટલા વાળમાં વધુ તકલીફ પડશે..હેર માં ઓઇલ પણ નાખવું એટલું જ જરૂરી છે પરંતુ જો હેરમાં ડેન્ડ્રફ કે કચરો હશે તો ઓઇલ કરવાથી વાળ માં ડેન્ડ્રફ ચોંટી જશે..માટે વાળ ધોયા બાદ હેર ઓઇલ કરવાથી ડ્રાય થયેલા વાળ સિલ્કી અને સ્વસ્થ થશે.
ઘર ગથ્થું ઉપાય દ્વારા કઈ રીતે કરશો હેર ની સંભાળ 
ઓલિવ ઓઈલ
ડ્રાય સ્કેલ્પને મોઈશ્ચરાઈઝ કરીને ડેન્ડ્રફથી છુટકારો આપે છે. રાતે ઓઈલ નવશેકું ગરમ કરી માથામાં મસાજ કરો. સવારે શેમ્પૂ કરી લો.જેનાથી હેર માં ડ્રાયનેસ દૂર થશે.
બેકિંગ સોડા
તમને સાંભળી ને નવાઈ લાગશે પણ બેકિંગ સોડા ડેન્ડ્રફ વધારનાર ફંગસને ખતમ કરી માથાની ડેડ સ્કિનને હટાવે છે.શેમ્પૂમાં એક નાની ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને શેમ્પૂ કરો..
કડવો લીમડો
કડવો લીમડો એન્ટી બાયોટિક નું કામ કરે છે જેમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ ગુણ ડેન્ડ્રફ દૂર કરે છે...પાણીમાં લીમડાના પાન નાખી ઉકાળો. ઠંડું થયા બાદ તેનાથી માથું ધુઓ.
મીઠું
આમતો મીઠું ખાવામાં સ્વાદ ઉમેરે છે..માથાની ડેડ સ્કિન કાઢવા અને ડેન્ડ્રફ કંટ્રોલ કરવામાં મદદ કરે છે..આંગળીઓના ટેરવામાં થોડું મીઠું લઈ સ્કેલ્પમાં મસાજ કરો.5 મિનિટ બાદ માથું ધોઈ લો..
ખાવાની ઘણી આદતો થી પણ તમે વાળ અને સ્કિન ને સ્વસ્થ રાખી શકો છો..વિટામિન્સ વાળા ફળો ખાવાથી પણ ફાયદો થઇ શકે છે.. ઝિંક, ઓમેગા-3 ફેટી એસિડ, વિટામીન ઈ અને બી નો સમાવેશ કરો અને જેટલું બને એટલું સુગર નો અવોઇડ કરો આનાથી પણ ડેન્ડ્રફ થી રાહત મળશે..

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.